હળવદ તાલુકાના શિક્ષકોની વર્ષો જૂની પડતર માંગણી ન સંતોષાતાં હળવદ શિક્ષકોએ હળવદ તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાં બપોરના ૨ થી ૫ એક દિવસીય ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લા શિક્ષક સંઘ દ્વારા આયોજિત કરાયેલ આ એક દિવસીય ધરણાં કાર્યક્રમમાં હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના ૧૫૦ થી વધારે શિક્ષકો તાલુકા પંચાયત કચેરી કેમ્પસ ખાતે ધરણાં કાર્યક્રમ જોડાયા હતા. શિક્ષકો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાંઅધિકારીને આવેદનપત્ર આપી જુદી-જુદી પડતર માંગણીની રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં જણાવાયું હતું કે, તમામ શિક્ષકોને નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલું કરવામાં આવે, સાતમા પગાર પંચની યોજના સમગ્ર દેશમાં સમાન આપી પૂર્ણ અમલવારી કરવામાં આવે, HTAT(એચ.ટાટ) સેવાઓ શરૂ કરવામાં આવે, રાજ્યમાં કરાર આધારિત ફરજ બજાવતા તમામ શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી આપવામાં આવે, 27એપ્રિલ 2011 પહેલા ભરતી થયેલ વિધાસહાયકોને નિવ્રુત્તિના પ્રમાણમાં પૂરા પગારમાં સમાવેશ થાય, ઓનલાઈન કામગીરીનો અતિરેક બંધ કરવામાં આવે, ઉ.પ્રા. શિક્ષકોને હાઈ સ્કૂલ સમકક્ષ પગાર ધોરણ થાય, તમામ ને બી.એલ.ઓ.ની કામગીરીમાથી મુક્તિ આપો, શિક્ષક બાળકનો રેશિયો ઘટાડવાંમાં આવે, કોરોંના મહામારીમાં સી.સી. પરીક્ષા લેવાય ન હોયતો સી.સી.પરીક્ષા માટેની છેલ્લી તારીખ આપવામાં આવી છે. તેની મુદ્દતમાં વધારી આપવામાં આવે તેમજ રાષ્ટ્રીય શિક્ષણનીતી-2020 માંથી શિક્ષક વિરોધી બાબતોને દુર કરવામાં આવે તેવી જુદી-જુદી માંગણીને લઈ રજૂઆત આવેદનપત્રમાં શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી હતી.