Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં ગેરકાયદે જમીન હડપ કરનારની અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઈ

હળવદમાં ગેરકાયદે જમીન હડપ કરનારની અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઈ

હળવદ શહેરમાં આવેલ પોલીસ લાઈન વિસ્તારમાં નગર પાલીકા હસ્તગતની જમીનમાં ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દ્વારા ગેરકાયદેસર કબજો કરી જમીન ખરીદ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ જગ્યા તેઓની માલીકીની છે તેમ દર્શાવી હળવદ ન્યાય કોર્ટમાં સીવીલ દાવો દાખલ કરવામાં આવેલ હતો.

- Advertisement -
- Advertisement -

ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈ દ્વારા એપેલેન્ટ કોર્ટ મોરબીમાં પણ આ જમીન બાબતે અપીલ કરી હતી અને અપીલ કેસની હળવદ નગરપાલીકાને સમન્સ કરવામાં આવતા નગરપાલીકા એડવોકેટ દ્વારા અરજી ના વાંધા જવાબ રજુ કરેલ હતા . જે બાદ ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈના એડવોકેટ દવારા લેખીત તેમજ મોખીક દલીલ રજુ કરેલ અને હળવદ નગર પાલીકા લિગલ એડવાઈઝેર વિશાલ રાવલ દ્વારા દલીલ કરતા આ કામના અરજદાર ગુલામ હુસેનભાઈ ઈબ્રાઈમભાઈની અરજી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે નામંજુર કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!