Saturday, December 21, 2024
HomeGujaratહળવદ : કારખાનામાંથી ઈલેક્ટ્રિક મોટરની ચોરી, ફરિયાદ નોંધાઈ

હળવદ : કારખાનામાંથી ઈલેક્ટ્રિક મોટરની ચોરી, ફરિયાદ નોંધાઈ

ચોરીનાં આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વાસુદેવભાઇ જાદવજીભાઇ ધોળુ (ઉ.વ.૪૭, ધંધો-વેપાર, રહે-હળવદ સરા રોડ આલાપ સોસાયટી તા.હળવદ જી. મોરબી) એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૨૦/૦૩/૨૦૨૧ ના સાંજના ૫ વાગ્યા થી તા.૧૧/૦૪/૨૦૨૧ ના સવારના ૧૧ વાગ્યા સુધીમાં કોઇ સમયે તેમના લોખંડના સળીયા બનાવવાનાં હરિક્રુષ્ણ બ્રાઇડ નામનાં કારખાનામાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમે કારખાનાનાં છતના પતરાને તોડી કારખાનામાં પ્રવેશ કરી કારખાનામાંથી ઇલેક્ટ્રીક મોટર ૧૫ એચ.પી.ની નંગ ૦૧ (કિં.રૂ ૧૦,૦૦૦/-) તથા ઇલેક્ટ્રીક મોટર ૦૫ એચ.પી.ની નંગ ૦૧ (કિં.રૂ ૫,૦૦૦/-) એમ કુલ કિં.રૂ. ૧૫૦૦૦/-ની ચોરી કરી લઇ ગયો હતો. બનાવની ફરિયાદનાં આધારે હળવદ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!