Sunday, May 19, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે થયેલી ઘરફોડ ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના નીચી માંડલ ગામે થયેલી ઘરફોડ ચોરીનાં બનાવમાં ફરિયાદ નોંધાઈ

ચોરીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નીચી માંડલ ગામે આવેલ પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતિભાઇ પ્રાણજીવનભાઇ કુણપરા (ઉ.વ.૫૫) એ અજાણ્યાં શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૦ના રોજ ફરીયાદી પરિવાર સાથે પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા તે દરમ્યાન તસ્કરોએ ફરિયાદીનાં ઘરમા રાત્રીના પાછળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલ આશરે ૨ તોલા વજનના સોનાના પાટલા નંગ-૦૨ કિં.રૂ. ૫૬,૦૦૦/- તથા રોકડ રૂ.૯૦,૦૦૦/- મળી રૂ. ૧,૪૬,૦૦૦/- તથા સાહેદે પોતાના ઘરના કબાટમાં રાખેલ રોકડ રૂ. ૪૧,૦૦૦/- મળી કુલ રૂ. ૧,૮૭,૦૦૦/- ના મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ચોરીનાં આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે. ચોરીનાં બનાવ અંગે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકનાં પીઆઈ એમ. આર. ગોઢાણીયા ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!