હળવદ ટાઉનમાં આવેલ રાજોધરજી સ્કૂલ પાસે રાત્રીના બસમાં ઉતારતા પેસેન્જરોને રીક્ષામાં બેસાડી ફેરા કરતા બે સગા ભાઈઓને અન્ય અલગ અલગ ત્રણ રીક્ષામાં ફેરા કરતા બે પુત્ર તથા પિતા સહીત ત્રણ શખ્સોએ આ પોઇન્ટ ઉપર ફેરા કરવા નહિ આવવાનું કહી લોખંડની ટામી દ્વારા માર માર્યાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
હળવદ શહેરના ભવાનીનગર ઢોરા નજીક રહેતા નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી અને તેમનો ભાઈ વિષ્ણુ ચંદુભાઈ વિંધાણી રાત્રી દરમિયાન રીક્ષા ચલાવતા હોય, જે પોતાની રીક્ષા રાજોધરજી સ્કૂલ પાસે મેલડી માતાજીના મંદિર સામે ઉભી રહેતી બસના પેસેન્જરોને પોતાની રીક્ષામાં બેસાડી ફેરા કરતા હોય ત્યારે આ જગ્યાએ અન્ય રીક્ષાના ફેરા કરતા અલગ અલગ રીક્ષા ચલાવતા ઘનશ્યામભાઈ મકવાણા, આનંદ ઘનશ્યામભાઈ મકવાણા તેમજ અશોક ઘનશ્યામભાઈ મકવાણાને આ પોઇન્ટ ઉપર નરેશભાઈ અને વિષ્ણુભાઈ રીક્ષાના ફેરા કરતા હોય તેનું સાર નહિ લગતા ત્રણેય પિતા-પુત્રો આવી બંને ભાઈઓને કહેવા લાગેલ કે આ પોઇન્ટ ઉપર ફેરા કરવા આવવાની ના પાડેલ છે તેમ કહી ગાળો આપી તમાચા મારી દીધા હતા બાદમાં લોખંડની ટામી દ્વારા તથા લાકડાના ધોકા દ્વારા બંને ભાઈઓની પાછળ દોડી માર માર્યો હતો. ત્યારે સમગ્ર માર મારવાના બનાવ મામલે નરેશભાઈ ચંદુભાઈ વિંધાણી દ્વારા ત્રણેય આરોપી આનંદ ઘનશ્યામભાઈ, અશોક ઘનશ્યામભાઈ તથા ઘનશ્યામભાઈ તમામ રહે.ભવાનીનગર ઢોરા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.