હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રેતીનો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન અને વહન બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના ટીકર બ્રાહ્મણી નદી માં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા છાપો મારવામાં આવતા એક હિટાચી મશીન અને એક હોડકુ ઝડપી પાડવામાં આવ્યું છે.
જ્યારે રેતી માફિયાઓ નાસી છૂટયા હતા. હિટાચી મશીન અને હોડકુ કબજે કરી હળવદ પોલીસ ને સીઝ કરી સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંદાજીત ૩૪ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પંથકમાં રેતી નો કાળો કારોબાર બેફામ ફૂલ્યોફાલ્યો છે ત્યારે ખાણ ખનીજ માત્ર એક હિટાચી મશીન અને હોડકુ પકડી પોતાની બહાદુરી ગણાવી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા કાંઈ અલગ છે આ વિસ્તારમાં રોજના રેતી ભરેલા ડમ્પરો અને ટ્રેક્ટરો ખુલ્લેઆમ દોડે છે તે ખાણ ખનીજ ખાતાને દેખાતા નથી તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. માત્ર ને માત્ર એક આદુ મશીન કે ડમ્પર ઝડપી ને પોતાની કાર્યવાહી ખાણ ખનીજ ખાતું પોતાની બહાદુરી દેખાડી રહ્યું હોય તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે