મોરબી પોલીસે રીક્ષામાં ભુલાયેલ પાર્સલને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – નેત્રમની મદદથી શોધી મુળ માલીકને પરત અપાવ્યું હતું.
મોરબીમાં ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ શહેરીજનો માટે આશીર્વાદરૂપ બન્યું છે ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે રહેતા ભરતકુમાર વિષ્ણુભાઇ પરમાર ગત તા. ૧૭ ના રોજ મોરબી ખાતે આવ્યા હતા તે દરમ્યાન ગાંધીચોકથી નટરાજ ફાટક સુધીમાં તેઓએ રીક્ષામાં મુસાફરી કરી હતી અને તે સમયે તેઓનું એક પાર્સલ ( એક GSWAN ની સ્વીચ કિં.રૂ .૨૦,૦૦૦) રીક્ષામાં ભુલાઇ ગઇ હતી. જે અંગે પોલીસને જાણ કરી મદદ અંગે જાણ કરવામાં આવતા પોલીસે રીક્ષા “ VISWAS Project અંતર્ગત લાગેલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – નેત્રમ મોરબી ના સી.સી.ટી.વી. કેમેરાની મદદથી ” શોધી પરત અપાવ્યા હતા.આ કામગીરી કોમ્યુટર સેલના પીએસઆઇ પી.ડી.પટેલ, નેત્રમ પોલીસ કોન્સ્ટેબલ જનકસિંહ જયરાજસિંહ, સહદેવભાઇ શિવલાલભાઇ અને સાગરભાઇ કિરીટભાઇનો સહકાર સાંપડ્યો હતો.