પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બે અલગ અલગ સ્થળોએ દરોડો પાડી વર્લી ફીચરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતાં. જેમાં હળવદ પોલીસ સ્ટાફે હળવદના પંચમુખી ઢોરે મહાદેવના મંદીર પાછળ રસ્તા ઉપર જાહેરમા આંક ફરકનો વર્લી ફીચરના આંકડા લેતા ધનજીભાઇ ગોરધનભાઇ છનુરા (ઉ.વ.૩૨ ધંધો. મજુરી રહે.હળવદ રેલ્વેસ્ટેશન રોડ મધુરમ હોસ્પીટલની સામે) ને વર્લી ફીચરના સાહીત્ય સહિત કૂલ રૂ.૩૦૨ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે બીજા બનાવમાં પોલીસે હળવદના ટીકર રોડ જુની કોર્ટની પાછળ રસ્તા ઉપર જાહેરમા વર્લી ફીચરના આંકડા લેતા આરોપી વિજયભાઇ કીશોરભાઇ સરવણ (ઉ.વ.૧૮ ,ધંધો. મજુરી રહે.હળવદ કુંભારપરા) ને વર્લી ફીચરના સાહીત્ય મળી કૂલ રૂ.૨૦૨ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.