દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિદેશનીતિથી UAE મા સીરામીક ટાઈલ્સ ઉપર લાગેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબુદ કરવામાં આવી
મોરબી સીરામીક ટાઈલ્સ ઉપર જીસીસી (ગલ્ફ) ના દેશો દ્વારા લગાવવામા આવેલ એન્ટીડંમ્પીંગ ડ્યુટી એવરેજ ૪૧.૮ % અને નવી કંપની માટે ૧૦૬% છે જે ખુબ જ વઘુ હોવાથી તે દેશોમા ચાઈના સામે ટકવુ મુશ્કેલ હોય જે બાબતે મોરબી સીરામીક એસોસીએસન દ્વારા રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાને સાથે રાખી વારંવાર દિલ્હી ખાતે ભારત સરકારમા રજુઆત કરવામાં આવી હતી.
જે રજુઆતોને ઘ્યાનમા લઈ ભારત સરકાર ના કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા UAE સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમા સીરામીક ટાઈલ્સનો સમાવેશ કરતા UAE ગવર્મેન્ટ દ્વારા સીરામીક ટાઈલ્સ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવવામાં આવી હતી જેનો સીરામીક ઉદ્યોગકારોને મોટો લાભ મળશે.
જેથી મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખો મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, કિરીટ પટેલ તેમજ તમામ સીરામીક ઉધોગકારો આનંદની લાગણી અનુભવી હતી અને આ તકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ તેમજ સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.