યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અટવાયેલા મોરબીનો યુવાન આજે હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોની ખુશીનો કોઈ પર નથી.યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલ કુલદીપ દવે નામના આ યુવાનનું વતનમાં સન્માન કરાયું હતું. આ તકે યુવાને પોતાની આપવીતી જણાવી હતી. જેમાં યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે બંકરમાં જવાની સ્થિતી પર સર્જાઈ હોવાનું વિદ્યાર્થીએ કહ્યું હતું. ઉપરાંત આઠ કિમિ ચાલી રોમાનિયા બોર્ડરે પહોંચ્યા બાદ ત્યાં ચારથી પાંચ દિવસ ભૂખ્યાં- તરસ્યા રહ્યા હોવાનું પણ જણાંવ્યું હતું. ત્યારબાદ ભારત સરકારે વતન પહોંચાડવામાં ખૂબ મહેનત કર્યાનો વિધાર્થીએ સંતોષ વ્યકત કર્યો હતો.
રશિયા- યુક્રેન વચ્ચેના જંગમાં ફસાયેલ ભારતિયો સહી સલામત વતન પરત ફરે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાસ કમિટી રચાઈ છે અને ચાર મંત્રીઓને વિદેશ મોકલ્યા છે. વધુમાં ફસાયેલ વિદ્યાર્થીઓને 24 કલાકમાં 15 ફ્લાઈન મારફતે વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ છે તથા ભોજન અને રહેવા જમવામાં પણ સમસ્યા ન સર્જાઈ તે રીતે ભારતની એમબેસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા આ કામ પર વડાપ્રધાન સતત મોનિયરિંગ કરી રહયા હોવાનો દાવો સાંસદ મોહનભાઇ કુંડારિયાએ કર્યો હતો.