માળીયા (મી) તાલુકાના મોટા ભેલા ગામે સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી રહી છે જેમાં ૪૦ વર્ષીય પ્રૌઢ દ્વારા ૧૪ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે હાલમાં પોલીસે હવસખોર પ્રૌઢને ઝડપી પાડ્યો છે તેમજ રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.
આ અંગે વધુ વિગત મુજબ માળીયા(મી)ના મોટાભેલા ગામે ખેતરમ મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની સગીર બાળકી ને ખેતરના માલિક ભરત નારણભાઈ સુરાણી (ઉ.વ.૪૦)દ્વારા પોતાની હવસ સંતોષવા સગીરાને શિકાર બનાવી છે અને આરોપી દ્વારા આ શ્રમિક પરિવારને બીજાના ખેતરેથી થોડા દિવસો પહેલા જ પોતાના ખેતર એ લઈ આવ્યો હતો અને બાદમાં બે દિવસ પહેલા એકલતાનો લાભ લઈને આ હેવાનીયત ભર્યા કૃત્યને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં માળીયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હાલમાં બાળકીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે ફરિયાદ નોંધાયા બાદ માળીયા પીએસઆઈ એમ.પી.સોનારા સહિતની ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતા તપાસનીશ અધિકારી નયન વસાવા દ્વારા આરોપીની મેડિકલ તપાસ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.