Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી તાલુકાના બગથળા નજીક ફેકટરીમાં બોઈલરની ગરમ રાખમાં પડી જતા માસૂમ બાળકનું...

મોરબી તાલુકાના બગથળા નજીક ફેકટરીમાં બોઈલરની ગરમ રાખમાં પડી જતા માસૂમ બાળકનું મોત

મોરબીમાં વધુ એક હૃદય કંપાવી દે તેવી કરૂણ ઘટના સામે આવી છે, એક ૦૩ વર્ષનો બાળકનું કારખાનામાં બોયલરમાંથી નીકળતી ગરમ રાખમાં પડી જતા મોત નીપજ્યું છે. જેને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૩/૧૦/૨૦૨૨ ના રોજ બબલુભાઇ કોઠારીનો ૩ વર્ષનો બાળક લક્કી રમતા રમતા લેમંજા સેલ્યુલોઝ એલ.એલ.પી નામના કારખાનામાં આવેલ બોયલર વિભાગ પાસે નાખેલ બોયલરમાંથી નીકળતી ગરમ રાખમાં પડી જતા દાજી ગયો હતો. જેને લઈ તેને સૌ પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લઈ પરિવાર માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!