Wednesday, April 24, 2024
HomeGujaratજેને પોતાના દોષ ખટકે એના જ દોષ અટકે: પુજ્ય આચાર્ય દેવશ્રી રશ્મિરત્ન...

જેને પોતાના દોષ ખટકે એના જ દોષ અટકે: પુજ્ય આચાર્ય દેવશ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા. એ ટંકારામાં પ્રવચન આપ્યું

ટંકારા જૈન દહેરાસર ખાતે સાધુ ભગવંતોની પધરામણી શ્રી સંધે સામૈયું કરી ધન્યતા અનુભવી. આયંબિલ ઓળી માટે મોરબી વિહાર

- Advertisement -
- Advertisement -

સૌરાષ્ટ્રની ધન્ય ધરાને પાવન કરતા કરતા પૂ.દીક્ષા દાનેશ્વરી આ.દેવ.શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મ.સા.ના પરમવિનેય શિષ્યરત્ન આજીવન ગુરુગુણ ચરણોપાસક પોતાના વિશાળ શ્રમણ-શ્રમણી પરિવાર સાથે પૂજ્યપાદ આ.દેવ.શ્રી રશ્મિરત્ન સૂરીશ્વરજી મ. સા. ટંકારા દેરાસર ખાતે પધાર્યા હતા. ટંકારા શ્રી સંધની પુણ્યવંતી ધરા ઉપર પધારી રહેલા મા. સા. નુ સામૈયું કરી દર્શનનો લાભ મેળવ્યો હતો.

બપોર બાદ દહેરાસર ખાતે વ્યાખ્યાન યોજાયું હતું જેમા આચાર્ય ભગવંતે જીંદગી નામની ત્રણ પાનાની પુસ્તક ઉપર પ્રવચન આપ્યું હતું જેમા જણાવ્યું હતું કે ત્રણ પાનાની ચોપડીમાં બે પાના લખેલા છે એકજ પાનું કોરૂ છે એમા લિટોડીયા કરી બરબાદ ન કરતા પરંતુ રંગબેરંગી ચિત્રો બનાવી મોક્ષ માર્ગને મોકળું કરજો આચાર્ય શ્રી એ જીવનમાં નમ્રતા, સરળતા અને સ્રહિસુણતા લાવવા જણાવ્યું હતું તદુપરાંત તમે થાવ પચપનના પણ દીલ રાખો બચપનના એના માટે હસતા હસતા સહેવાનુ અને સહેતા સહેતા હસવાનું એજ ખરો ધર્મી ગણાવ્યો હતો અને જેણે પોતાના દોષ ખટકે એનાજ દોષ અટકે છે. ટંકારાના પ્રબુદ્ધો જ્યારે દર્શને આવ્યા હતા ત્યારે ઉપાશ્રયની જાણવણી માટે સક્ષમ યુવાનોને જાત મહેનતથી કરેલ સાફ સફાઈ એ ગુરૂભંગવતોની ખરી ભક્તિ ગણાવી હતી માટે જયા પણ ધર્મ સ્થાનકો આવેલા છે ત્યા વૈયાવચ કરતા દરેક યુવાનોને આ કાર્ય માટે આગળ આવવા સુજાવ મુક્યો હતો.

દહેસરજીથી વિહાર કરતાં પહેલા ગુરુદેવની પ્રબળ ભાવના કરુણા થકી 150 વર્ષ જૂની ટંકારા પાંજરાપોળમાં પધારી અબોલ જીવોને સુખ શાતા ઉપજે એવા ધર્મલાભ માંગલિક ફરમાવી ટ્રસ્ટના કાર્યકર્તાઓ પાસેથી વ્યવસ્થા સંચાલન જાણી સુચારૂ માર્ગદર્શન આપી સર્વને પ્રોસાહિત કરેલ અને જીવદયાની પ્રવૃત્તિને બિરદાવી હતી આજે સાંજે ટંકારાથી વિહાર કરી મોરબી તરફ શ્રી ચંપાપુરી તીર્થ પ્રસ્થાન કરેલ અને અહિથી સમસ્ત જૈન સમાજની સામૂહિક શાશ્ર્વતિ આયંબિલ હોળીના લાભાર્થી પરિવાર પૂજ્ય દીનાબેન દિલીપભાઈ સુતરીયા શ્રી દરબારગઢ તપગચ્છ સંઘના ટ્રસ્ટી શ્રી પ્લોટ દહેરાસરજીના ટ્રસ્ટી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી સોની બજારના ટ્રસ્ટી શ્રી પ્લોટ પૌષધ શાળાના ટ્રસ્ટી હાઉસિંગ બોર્ડના ટ્રસ્ટી સુમતિનાથ નગર મોરબી વાવડી રોડના ટ્રસ્ટી વિગેરે સંધો શ્રાવક શ્રાવિકાઓની ભાવભરી વિનંતીથી પોરબંદર થી ઉગ્ર વિહાર કરી મોરબીની પૂર્ણવર્તી તપોભૂમિને પાવન પ્રદાન કરવા સંપ્રદાયોના સતી રત્નો આદી ગુરુણીમૈયાઓ શ્રી મોરબી સમસ્ત જૈન શાશ્ર્વતિ આયંબિલ ઓળીમાં નિશ્રા આપવા પધારતા હોય સર્વે ગુરુભગવંતો ગુરુણીમૈયા ઓના પાવનકારી પ્રવેશ પ્રસંગે આવતી કાલે તારીખ 26- 3- 2023 ના રવિવારે રોજ સવારે 8:30 વાગ્યે નેહરુગેટથી દરબારગઢ ઉપાશ્રય સર્કલ સંઘો દ્વારા વાજતે ગાજતે સામૈયા ધર્મલાભ ભર્યા પ્રસંગે લાભાર્થી પરિવાર તથા સમસ્ત જૈન-જૈનેતર સમાજ પધારવા દર્શન પ્રવચનનો લાભ લેવા વિનંતી સાથે આમંત્રણ આપ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!