Sunday, December 29, 2024
HomeGujaratકોવિડ-૧૯ની પરિસ્થિતી ધ્યાને લઇ ચૂંટણી અધિકારીઓ, રાજકીયપક્ષો અને ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર...

કોવિડ-૧૯ની પરિસ્થિતી ધ્યાને લઇ ચૂંટણી અધિકારીઓ, રાજકીયપક્ષો અને ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આરોગ્યલક્ષી માર્ગદર્શીકા જાહેર

કોવિડ-૧૯ પેન્ડેમિકની પરિસ્થિતિ ધ્યાને લેતા ચુંટણી સંચાલન અન્વયે ચૂંટણી અધિકારીઓ, રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે અનુસરવાની આરોગ્યલક્ષી માર્ગદર્શીકા જાહેર કરેલ છે. જે માર્ગદર્શિકાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા જે.બી.પટેલ, જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે.

- Advertisement -
- Advertisement -

જાહેરનામા અનુસાર ડોર ટુ ડોર ઝુંબેશ અમલમાં હોય તેવી COVID – 19 માર્ગદર્શિકા સહિતના વખતો વખતના કોઇપણ અન્ય પ્રતિબંધોને આધિન ઉમેદવાર સહિત વધુમાં વધુ ૫ (પાંચ) વ્યક્તિઓ (સુરક્ષા કર્મચારીઓને બાદ કરતાં) ડોર ટુ ડોર ઝુંબેશમાં જઇ શકશે રોડ શો દરમ્યાન ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં હોય તેવા આદેશોને આધિન વાહનોને કાફલો દર પાંચ વાહન પછી છૂટો પાડવાનો રહેશે (સુરક્ષા વાહનોને બાદ કરતાં) આ વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે અડધો કલાકનો અંતરાલ રાખવાનો રહેશે અને ગૃહ વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે ચુંટણી સભાઓ માટે COVID – 19 ના દિશાનિર્દેશોનું પાલન કરીને જાહેર સભાઓ/રેલીઓ યોજવા માટે COVID – 19 દિશાનિર્દેશોનું અને કેન્દ્ર/રાજય સરકારની વખતો વખતની માર્ગદર્શિકાનું પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ આ હેતુ માટે જણાવ્યા મુજબ પગલા ભરવાના રહેશે, જાહેર સભા યોજવા માટે સ્પષ્ટ પણે નિયત કરેલ એન્ટ્રી/એકઝીટ પોઇન્ટ સહિતના મેદાનો અગાઉથી મુકરર કરી લેવાના રહેશે, આવા નિયત મેદાનોમાં હાજરી આપનાર લોકો માટે સામાજિક અંતરના ધોરણોને સુનિશ્ચિત કરવામાં આવે તે અગાઉથી સુનિશ્ચિત કરવાનું રહેશે, રાજય ડીઝાસ્ટાર મનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સરકારની પ્રવર્તમાન સુચનાઓ મુજબ મેળાવડામાં ઉપસ્થિતિઓની સંખ્યા મર્યાદાથી વધુ ન હોય તે માટે જિલ્લા ચુંટણી અધિકારીએ અને પોલીસ અધિક્ષકએ કાળજી લેવાની રહેશે, અને COVID 19 દરમ્યાન સામાન્ય ચુંટણી સંબંધી માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું રહેશે, કોવિડ-૧૯ ની સૂચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન થાય તે બાબત જિલ્લા આરોગ્ય નોડલ અધિકારી, પોલીસ અધિક્ષક અને ચુંટણી અધિકારીના સંપર્કમાં રહી સુનિશ્ચિત કરશે સંબંધિત રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કોવિડ-૧૯ પ્રતિરોધક સામગ્રી જેવી કે ફેસ માસ્ક, સેનિટાઇઝર, થર્મલ ગનથી સ્ક્રીનીંગ વિગેરેની જરૂરિયાત સંતોષાય તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઇલેકટ્રોનિક/સોશ્યલ મીડિયા મારફત કરવાની બાબતને અગ્રતા આપવાની રહેશે, ઉમેદવારોએ ચૂંટણી સભા/રેલી યોજવા માટે પ્રવર્તમાન કોવિડ-૧૯ સંદર્ભે કેન્દ્ર/રાજ્ય સરકારની પ્રવર્તમાન માર્ગદર્શિકાનું અને ચૂંટણી વિષયક માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે, ચૂંટણી સભા/ રેલીમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, કોવિડ-૧૯ સંક્રમિત ઉમેદવારો તેમનો પ્રચાર ઇલેકટ્રોનિક માધ્યમો પૂરતો મર્યાદિત રાખવાનો રહેશે અને તેમને પ્રચારમાં સામેલ થવા કે પ્રચારના સ્થળે પ્રત્યક્ષ હાજર રહેવાની છૂટ આપવામાં આવશે નહી. આ માટે કોવિડ-૧૯ પોઝીટીવ વ્યક્તિ માટેની સરકારની માર્ગદર્શિકાનું પાલન થાય તે જોવાનું રહેશે, COVID – 19 સંબંધિત કોઇપણ સૂચનોનું ઉલ્લંઘન કરનાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઇઓ ઉપરાંત આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ કાનૂની કાર્યવાહી અને ગૃહ મંત્રાલયના ૨૯/૦૭/૨૦૨૦ના હુકમ નં40-3/2020-ડીએમ-આઇ(એ)માં ઉલ્લેખિત કાનૂની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર ઠરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!