Monday, November 25, 2024
HomeGujaratહળવદ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ: વોર્ડ સહિત ઓક્સિજન,...

હળવદ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા આરોગ્ય તંત્ર સજ્જ: વોર્ડ સહિત ઓક્સિજન, કન્સટેક મશીન સહીતની વ્યવસ્થા કરાઇ

સમગ્ર રાજ્યમાં કોરોના વકરી રહ્યો છે ત્રીજી લહેરના એધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દરેક રાજ્યોના આરોગ્ય તંત્ર ને સજ્જ રહેવા સૂચના આપી હોય ત્યારે હળવદ ખાતે પણ કોવિડ વોર્ડ તેમજ ઑક્સીજનની સપૂર્ણ સુવિધ્ધા સાથે રેફરલ હોસ્પિટલ ખાતે તૈયારીઓ કરી દેવામાં આવી છે હાલ હળવદમાં એક પણ કેશ જોવા મળ્યો નથી પણ આગામી સમયમાં જો કોરોના તેમજ ઓમિક્રોનના કેશો જોવા મળે તો સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે સપૂર્ણ તૈયારીઓ છે. તેવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટી દ્વારા અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

સમગ્ર દેશ સહિત વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે પ્રથમ અને બીજી લહેર બાદ હવે કોરોનાની ત્રીજી લહેર સાથે નવા વેરિએંટ ઓમીક્રોન માનવ જીવન માટે એક પડકાર રૂપ શાબિત થઈ રહ્યું છે તેવામાં દિવસે દિવસે વધતાં કોરોના સંક્રમણના કેશો ને ધ્યાનમાં રાખી કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દરેક આરોગ્ય તંત્ર ને સજ્જ કરી દીધા છે ત્યારે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે બીજી લહેરમાં વાધેલા કેશોને ધ્યાનમાં રાખી ત્રીજી લહેર ની તૈયારી ના ભાગ રૂપે ૪૦ ઑક્સીજન સીલીન્ડર, ૧ ઓક્સિજન પ્લાન્ટ, ૧૭ ઓક્સિજન,કન્સેનટે ૨૨, રોજના ૨૦૦ થી વધારે ટેસટીગ કરવામાં આવશે. ૫૦ બેડની નવી કોવિડ હોસ્પિટલ બધા બેડ સેન્ટ્રલ ઓક્સિજન વાળા વોર્ડ, તથા હળવદ જુના સરકારી હોસ્પિટલ ખાતે ૨૦ બેડ તેમાથી ૧૬ બેડ ઓક્સિજન વાળા, જરૂર પડે તો હજુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે. ૮ તબીબો, ૧૨ સુપર વાઈઝર, ૪૩ ફીમેલ હેલ્થ વર્કર, ૪૬ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૧૬૩ આશા વકૅર, સહિતનો સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે તમામ ટીમો ને સજ્જ કરી દેવાયા છે.

આગામી સમયમાં હળવદ પંથકમાં પણ જો કોરોના ના કેશો વધે તો દર્દીઓ ને બેડની સુવિધા સહિત તમામ સુવિધા હળવદ ખાતે મળી રહે તે માટેની ખાસ તકેદારી રખાઇ રહી છે.વેકસીન પુરતાં પ્રમાણમાં છે.તા,૧૦.૧.૨૦૨૨ થી હેલ્થ કેર વકૅરો, ફ્રન્ટ લાઈન વકૅર,અને ૬૦+કોમોડિટી વાળા લોકોને વેક્સિનનો બુસટર ડોઝ આપવામાં આવશે.હળવદ પંથકના લોકોને આરોગ્ય સેવા સારી રીતે મળી તે માટે તંત્ર સજ્જ બન્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!