Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા પોલીસે રિક્ષામાંથી 86 બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા

ટંકારા પોલીસે રિક્ષામાંથી 86 બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા

ટંકારા પોલીસે રીક્ષામાંથી 86 બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ, રીક્ષા સહિત 61 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેશરની કાર્યવાહી કરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક સી.એન.જી રીક્ષા રજી નંબર GJ 03 – BU-2301ને અટકાવી તેની તલાશી લેતા રીક્ષામાંથી ઇંગ્લીશ દારૂની MCDOWELLS-NO-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ 78 કિંમત રૂપિયા ૨૩૪૦૦ તથા રોયલ પ્રીમિયમ વહીસ્કીની બોટલ નંગ ૦૮ જેની કિ રૂ ૩૨૦૦ તથા સી.એન.જી રીક્ષા રજી નંબર- GJ-03-BU-2301 ની કિ. રૂ. ૩૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૬૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી તેજસ ઉર્ફે લાલો જયંતિલાલ જીવરાજાણી (ઉ.વ .૪ ર ધંધો ડ્રાઈવીંગ રહે ગાંધીગ્રામ શેરી નંબર ૧૧ રાજકોટ) તથા ઋત્વિક ચંદ્રેશભાઈ ઘઘડા (ઉ.વ .૧૮ રહે.જંગલેશ્વર રાજકોટ)ને ઝડપી લીધા હતા.

આ કામગીરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા, હેડ કોન્સટેબલ વિજયભાઈ બાર, કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિહ, સિધ્ધરાજસિહ અનિરૂધ્ધસિહ, વિપુલભાઈ બાલાસરા તથા બિપીનભાઈ શેરસીયા સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!