Friday, April 19, 2024
HomeGujaratમાળીયામિયાણા ખાતેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળીયામિયાણા ખાતેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

માળીયા મિયાણા પોલીસે ભટ્ટીની વાંઢમાં તરીકે ઓળખાતા વિસ્તાર નજીકથી ગેરકાયદે દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો

- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા પંથકના માળીયા ભટ્ટીની વાંઢમાંથી વાડા વિસ્તાર જવાના કાચા રસ્તેથી સીંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમચો (બંદુક) કી રૂ.૫૦૦૦ સાથે આરોપી અલ્લારખાભાઇ તૈયબભાઇ ભટ્ટી (ઉ.વ-૨૩, રહે.ભટ્ટીની વાંઢ વાડા વિસ્તારની પાછળ માળીયા, જી.મોરબી)ને ઝડપી લીધો હતો. આ કામગીરી દરમિયાન પીએસઆઇ એન.એચ.ચુડાસમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!