મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિ દિન વધી રહ્યો છે. ત્યારે એક યુવકે વેચેલ ત્રણ ભેંસના પાડાના પૈસા માંગતા બે ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના પાઇપ લઈ યુવક પર તૂટી પડ્યા હતા. જેને કારણે તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મહેન્દ્રનગર જુના ગામમા રહેતા મહીપાલ અજીતભાઇ પરમાર નામના યુવકે ગોપાલ ભુપતભાઇ મુધવા નામના ઉચી માંડલ ગામનાં શખ્સને આજથી આશરે ત્રણેક મહીના પહેલા ભેસોના નાના ત્રણ પાડા રૂપિયા ૭૦૦૦/- મા વેચેલ હતા. અને તે રૂપિયા આપવા બાબતે યુવકે ગોપાલને કહેતા તે એકદમ ઉશકેરાઇ ગયેલ અને ફરીયાદીને ભુડાબોલી ગાળો આપવા લાગતા ફરીએ ગાળો આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને જેમફાવે શરીરે મુઢ માર મારવા લાગેલ હતો અને તે વખતે ગોપાલનાં એક મિત્ર સ્થળ પર બોલેરો ગાડી લઇ આવેલ અને બોલોરો ગાડીમાથી લોખંડનો પાઇપ કાઢી ફરિયાદીને મારતા ડાબા પગમા એક ટાકો આવેલ અને બન્ને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.