Saturday, July 27, 2024
HomeGujaratઉતરાયણના દિવસે બુટલેગરો ઉપર પોલીસની તવાઈ : દારૂના જથ્થા સાથે એકને ઝડપી...

ઉતરાયણના દિવસે બુટલેગરો ઉપર પોલીસની તવાઈ : દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીને ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા સૂચનો કરેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે નવલખી રોડ પાસેથી એક ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઇકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી નવલખી રોડ પાસે વીદેશી દારૂનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે હકીકતના આધારે પોલિસે સ્થળ પર રેઇડ કરતા મોરબીનાં નવલખી રોડ લાયન્સનગર મેઇન શેરી કેળાના ગોડાઉન તરફ જતી શેરીના નાકેથી ભારતીય બનાવટની પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂ ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીક્સીનાં ૦૭ બોટલના રૂ.૪૨૦૦/- નાં મુદ્દામાલ સાથે તેનુ વેચાણ કરતો મોરબી નવલખી રોડ લાયન્સનગર લાયન્સ સ્કુલ પાછળ કેળાના ગોડાઉનની બાજુમા રહેતા દિપ ઉર્ફે દીપો ઘનશ્યામભાઇ કુરીયા ઝડપાતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!