ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું શરૂ થઇ ગયું છે. તો કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આપાત્કાલિક સ્થિતિને ધ્યાને લઇ રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા ટિમ દ્વારા મોરબી શહેર તેમજ જિલ્લામાં રહેતા નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા છે. બીપરજીય વાવાજોડાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો મનોજસિંહ જાડેજા – 7708109188, જયદેવસિંહ જાડેજા – 172179001, અશોકસિંહ ચુડાસમા – 9909810710, યુવરાજસિંહ રાણા – 9879322300, અશોકસિંહ ઝાલા – 997909975 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું છે.