મોરબી પાલિકા દ્વારા ગાંધીબાગ નજીક બ્યુટીફીકેસન માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા મુકવામાં આવી છે. જે આજે કોઈ કારણોસર ખંડિત થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રતિમાનો ઉપરનો ભાગ જમીનદોસ્ત થયો છે. ત્યારે કોઈ અસામાજિક તત્વોએ ગાંધીજીની પ્રતિમા ખંડિત કરી કે પાલિકા તંત્ર દ્વારા જાળવણી અને રિનોવેશના ઉદાસીનતા સેવવામાં આવતી હોવાથી મૂર્તિ ખંડિત થઈ ? કે અન્ય કોઈ કારણને જવાબદાર છે તે તપાસનો વિષય છે.