ગૃહમંત્રીના હુંકાર બાદ સમગ્ર રાજ્યની પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે મોરબીના એક યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વ્યાજખોરો તેની પાસેથી ઉચ્ચું વ્યાજદર વસુલે છે અને હજુ પણ પૈસાની માંગ કરતા હોવાનું જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી વજેપર આલાપ રોડ, તીરૂપતી સોસાયટી ખાતે રહેતા જેઠાભાઇ જીવરાજભાઇ સોનગરા નામના યુવકે શકત શનાળામાં રહેતા અશોકભાઇ રબારી, સુરેશભાઇ ખાખરાળા તથા વિમલભાઇ વાણંદ નામના શખ્સો પાસેથી રૂપીયા ઉચા વ્યાજે લીધેલ હોય જે પૈકી અશોકભાઇ રબારીએ ૩,૦૦,૦૦૦/- ફરિયાદીને આપી ૩૦ ટકા લખે રૂપીયા ૫,૪૦,૦૦૦/- વસુલી લઇ તેમજ સુરેશભાઇ ખાખરાળા પાસેથી રૂપીયા ૨,૦૦,૦૦૦/- માસીક વ્યાજ ૩૦ ટકા લેખે લીધેલ હોય જેના ૧,૨૦,૦૦૦/- ચુકવી આપેલ હોય તેમજ વિમલભાઇ વાણંદ પાસેથી ૧,૫૦,૦૦૦/- રૂપીયા ૧૨ ટકા લેખે વ્યાજે લઇ તેમને રૂપીયા ૫,૯૦,૦૦૦/- પેન્લટી સહીત ચુકવેલ હોવા છતા વિમલભાઇ વાણદે જેમફાવે તેમ ગાળો આપી તમામ આરોપી રૂપીયાની ઉઘરાણી કરતા હોય તેમજ તમામે ફરિયાદી પાસેથી કોટક મહીન્દ્રા સહીવાળા કોરા ચેક બળજબરી પુર્વક મેળવી ફરિયાદી પાસે વધુ રકમની પઠાણી ઉધરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.