૧૯૭૪માં જેઠ સુદ તેરસના શુભદિને હિન્દુ જનજનના લોકપ્રિય મહાનાયક શિવાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વર્ષોથી લોકોના માથે છત્ર બનીને તેમની રક્ષા કરનાર શિવાજીને આ દિવસે ‘છત્રપતિ’ના બિરુદથી સન્માનવામાં આવ્યા અને રાયગઢના રાજા બનાવ્યા હતા. જેથી આ દિવસને હિન્દુ સામ્રાજ્ય દિન તરીકે ઓળખવામાં આવે છે. જેની ઉજવણીના ભાગરૂપે આજ રોજ હિન્દુ યુવા વાહિની દ્વારા હિન્દુ સામ્રાજ્ય દિવસની શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહારથી વધાવી ઉજવણી કરાઈ હતી.
હિન્દુ યુવા વાહિની દ્વારા જણાવ્યા અનુસાર, છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજયના ૩૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આપણા હિન્દુ સ્વરાજયનો પાયો નાખનાર હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યા અભિષેક દિવસને હિન્દુ સામ્રાજ્ય દિવસ તરીકે આજ રોજ હિન્દુ હદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજને ફૂલહારથી વધાવીને હિન્દુ સામ્રાજ્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હિન્દુ યુવા વાહિનીના જિલ્લા શહેર અને ગ્રામ્યના અધિકારી ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.