મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશોકભાઈ કાંજીયાને છેલ્લા ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત થયા છે. જેમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાતના રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય કક્ષા એવોર્ડ, બાળ રક્ષક પ્રતિષ્ઠાન ભારત દ્વારા ભારત શિક્ષણ સેવા એવોર્ડ, SSIF દ્વારા ભારત ગૌરવ સન્માન અને 7 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ રત્ન એવોર્ડ મેળવ્યો છે જે બદલ શિક્ષક પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અશોકભાઈ કાંજીયાને છેલ્લા ત્રણ દિવસમાં ચાર સન્માન પ્રાપ્ત થયા છે.
જેમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિને ગુજરાતના રાજ્યપાલના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં ગુજરાત રાજ્ય કક્ષા એવોર્ડ, બાળ રક્ષક પ્રતિષ્ઠાન ભારત દ્વારા ભારત શિક્ષણ સેવા એવોર્ડ, SSIF દ્વારા ભારત ગૌરવ સન્માન અને 7 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે.
ત્યારે અશોકભાઈ કાંજીયાએ જણાવ્યું હતું કે હું કદી શીખવતો નથી સંજોગો જ તેવા પેદા કરું છું જેથી બાળક આપ મેળે શીખી જાય છે. જેમણે માત્ર ત્રણ દિવસમાં ભૂતો ન ભવિષ્ય એવા ચાર ચાર સન્માન મેળવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે બાળકના હૃદય સ્થાને પોહચી જઈને શીખવવાની પદ્ધતિ યોગ્ય છે.શાળામાં શિક્ષક પ્રવેશ કરે અને બાળકના ચેહરા સ્માઈલ આવી જાય એટલે શિક્ષક.
હું તો એમ કહું મને 35 બાળકો અને મારો વર્ગ જો આપવામાં આવે તો તમે જે કહો તેવો બાળક બનાવી આપુ, માતૃહૃદય રાખીને શીખવે તેનું નામ શિક્ષક તેમ પણ જણાવ્યું હતું.
ત્યારે માત્ર ત્રણ દિવસમાં ચાર સન્માન મેળવનાર મોરબી જિલ્લાના પહેલા શિક્ષક અશોકભાઈ કાંજીયાએ સમગ્ર દેશમાં મોરબી જિલ્લા તેમજ કાંજીયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. જે સન્માન બદલ અશોકભાઈ કાંજીયાને તેમના મોબાઈલ નંબર 9662370980 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.