Thursday, March 28, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં આવેલી 100 વર્ષ જૂની શાળાઓની માહિતી એકત્ર કરી ઇતિહાસ લખાશે

મોરબી જિલ્લામાં આવેલી 100 વર્ષ જૂની શાળાઓની માહિતી એકત્ર કરી ઇતિહાસ લખાશે

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા મોરબી જિલ્લાનો કેળવણીનો ઈતિહાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે બી.આર.સી. ભવન-મોરબી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ડો. પ્રશાંતભાઈ અંબાસણા અને પ્રજ્ઞાબેન રાદડિયા (લેક્ચરર ડાયટ, રાજકોટ) તેમજ દિનેશભાઇ વડસોલા અને ડૉ. અમૃતલાલ કાંજીયા (સભ્ય, મોરબી જિલ્લા કેળવણી ઇતિહાસ કમિટી) વગેરેએ તમામ સી.આર.સી.ની તાલુકામાં ટિમ બનાવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી. કો.ઓ.ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાની 100 વર્ષ જૂની 39, માળીયા તાલુકાની 17, ટંકારા તાલુકાની 8, વાંકાનેર તાલુકાની 15, હળવદ તાલુકાની 20 એમ કુલ 99 સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ માહિતી એકત્ર કરવાની સમજ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં સંસ્થાનું નામ અને સરનામું, વિભાગ (બાલવાડી, બાલમંદિર પ્રાથમિક કે માધ્યમિક શાળા), સ્થાપના વર્ષ, ભવન નિર્માણ રાશિ, સ્થાપના સમયનું નામ, સ્થાપકની વિગત અને નામ, ઉદ્દઘાટકની વિગત, સંસ્થાનું પ્રતિક, સંસ્થાનું ગીત, સંસ્થાનું સૂત્ર, સંસ્થાની ગૌરવપૂર્ણ બાબતોનું ફોટાઓ સાથે વિગતવાર વર્ણન (વિદ્યાર્થીઓની શિક્ષણ, રમત ગમત ક્ષેત્રે જિલ્લા, રાજ્યકક્ષાએ મેળવેલ સિદ્ધિઓ, સંસ્થાની કલ્યાણકારી પ્રવૃત્તિઓની વિગત), સંસ્થાના ભવન સ્થાપત્યની વિશેષતાઓ, સંસ્થાના પ્રથમ વિદ્યાર્થીનું નામ (જો કોઈ વિશેષ બાબત હોય તો લખવી), સંસ્થાની મુલાકાત લેનાર મહાનુભાવોના નામ, સંસ્થાએ કરેલ નવતર પ્રયોગ, સંસ્થાના પ્રથમ આચાર્યનો પરિચય, સંસ્થાના ટ્રસ્ટી મંડળનો પરિચય, સંસ્થાએ ઉજવેલ મહોત્સવની વિગત, સંસ્થાનો ઉદ્દભવ, સ્થાપના અને વિકાસગાથા, દાતાઓની વિગત-વર્ણન, સંસ્થાના વિદ્યાર્થીઓનું વિવિધ ક્ષેત્રે યોગદાન, સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવતા મેગેઝિન, હસ્તલિખિત અંક, પ્રકાશિત લેખ, પુસ્તકની વિગત તેમજ સંસ્થાની પૂર્વ સ્થિતિ અને વર્તમાન સ્થિતિનું તુલનાત્મક વર્ણન તથા અન્ય બાબતો અને માહિતી આપનાર/એકત્ર કરનારનું નામ વગેરે માહિતી એકત્ર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ પ્રકારની માહિતી મળ્યા બાદ જિલ્લા કક્ષાની કમિટી દ્વારા કેળવણીના ઈતિહાસનું લેખન કાર્ય કરવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!