Thursday, May 26, 2022
HomeGujaratમોરબીના પીપળી ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ

મોરબીના પીપળી ગામે જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા લાલસિંહ પૃથ્વીસિંહ ચૌહાણએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી દિવ્યરાજસિંહ દિલુભા ઝાલા, દીપકસિંહ ઝાલા, દિલુભા જામભા ઝાલા અને અભેસિંહ ઝાલા (રહે.બધા પીપળી) વાળા સાથે પાંચ-છ માસ અગાઉ મહિલાઓ સાથે બોલાચાલી થઇ હતી ત્યારે મહિલાઓએ દિવ્યરાજસિંહ ઝાલાને માર માર્યો હતો જે જયદેવસિંહના કહેવાથી માર માર્યો હોય તેવો ખાર રાખી ચારેય આરોપીઓએ પીપળી ગામ જેતપર રોડ પર રાધેક્રિષ્ના મોલ પાસે જયદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રોડ પર પોતાની સ્કોર્પીઓ કાર લઈને ઉભા હોય ત્યારે પથ્થરનાં ઘા કરી ગાડીના કાચ તોડી નાખેલ અને દિવ્યરાજસિંહ કુહાડી લઈને આવેલ અને જયદેવસિંહના માથામાં ઘા મારેલ જેથી ઈજાગ્રસ્ત જયદેવસિંહને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!