Sunday, September 8, 2024
HomeGujaratહિટ એન્ડ રન : હડમતીયા-લજાઈ રોડ પર બાઈકને હડફેટે લઈ ટ્રક ચાલક...

હિટ એન્ડ રન : હડમતીયા-લજાઈ રોડ પર બાઈકને હડફેટે લઈ ટ્રક ચાલક ફરાર

મોરબીમાં ટ્રક ચાલકો બેફામ યમદૂત બની એક બાદ અકસ્માતો સર્જી રહ્યા હોવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ટ્રકે બાઇકને હડફેટે લીધી હોવાની ઘટના હડમતીયા-લજાઈ રોડ પરથી સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે અકસ્માત સર્જી સ્થળ પરથી પોતાનું વાહન લઈ ફરાર થઈ જતા સમગ્ર મામલે ટંકારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાનાં હડમતીયા ખાતે રહેતો સંજયભાઈ ભલાભાઈ ચાવડા નામનો યુવક ગત તા-૧૯/૦૫/૨૦૨૩ ના રોજ પોતાનું જી.જે.૦૩.ડી.જે.૨૯૨૫ નંબરનું પેશન પ્રો મોટરસાઇકલ લઈ હડમતીયા-લજાઈ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મુક્તિધામ સામે એક જી.જે.૦૩ ૮૮૦૩ નંબરનાં વાસુકી ટ્રાન્સલાઇનનાં ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીના મોટરસાઇકલને હડફેટે લઈ મોટરસાઈકલને નુકશાન કરી ફરિયાદીને ઇજા પહોંચાડી આરોપી ટ્રક લઈ નાસી જતા સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!