Saturday, July 27, 2024
HomeGujaratવાંકાનેરમાં જૂની અદાવતમાં થયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વાંકાનેરમાં જૂની અદાવતમાં થયું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

વાંકાનેરમાં વધુ એક ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં એક શખ્સે યુવકના ઘરે જઈ બોલાચાલી કરી પોતાના નેફામાં રહેલ બે બંદુક કાઢી યુવકને મારી નાખવાની ધમકી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં વિવેકાનંદ સોસાયટી સામે દોશી કોલેજના ખુણા પાસે રહેતા મહેશભાઇ કાનાભાઇ ગોલતર નામના યુવકના ભાઈને સતુભા દરબાર (રહે.હાલ વાંકાનેર મુળ રહે.સરધારકા તા.વાંકાનેર જી.મોરબી) નામના આરોપી સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી પેન્ટના નેફામાથી બંદુક કાઢી ફરીયાદીની સામે બંદુક તાકી મૃત્યુનો ભય બતાવી મારી નાખવાના ઇરાદે હવામા ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!