માત્ર બેનર કાઢી લેવાથી કે બેનરમાં હોલ કરી દેવાથી શું મહાકાય લોખંડ લાકડાની ફ્રેમ ૧૦૦ કિમી ગતિના પવન ને સહન કરી શકશે?તંત્રને ઊંધા ચશ્મા પહેરાવી ને આવા કોન્ટ્રાકટર લોકોનાં જીવને જીખમમાં મૂકે છે અને આ કારનામા નુ પરિણામ તંત્રની લોકોના જીવ બચાવવા ની દિવસ રાતની મહેનત પર પાણી ફેરવી શકે છે
મોરબી જિલ્લામાં બિપરજોય વાવાઝોડા ની આગાહીને પગલે વહીવટી તંત્ર સતત એલર્ટ મોડ પર છે તેમજ મોરબી જિલ્લા પોલીસ સહિતના તમામ વિભાગો દિવસ રાત એક કરીને જાનહાની ન થાય તે માટે મહેનત કરી રહ્યા છે ત્યારે પૈસા કમાવાની લાલચે લગાવેલા જાહેરાતો ના મસમોટા હોર્ડીગસ ના કારણે લોકોના જીવ જઈ શકે છે અને મોરબી જિલ્લાના તમામ વિભાગોની મહેનત પર પાણી ફરી શકે છે.
તંત્રએ શહેરભરમાં પેટ્રોલિંગ કરીને આવા બોર્ડ ઉતારીને જેતે જગ્યાના કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાકટ રદ કરવા જોઈએ
મોરબીમાં આગાહીને પગલે તમામ હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવા આદેશ આપવામાં આવ્યા છે અને અમુક બોર્ડ ઉતારી પણ લેવાયા છે પરંતુ હજુ પણ તંત્ર ના આદેશને કાઈ ન ગણતા અમુક એડવરટાઈઝ કંપની દ્વારા હજુ પણ બોર્ડ ઉતારાયા નથી ક્યાક તો હોર્ડિંગ પર લગાવેલા માત્ર બેનરો કાઢી ને અથવા બેનરો હોલ કરીને આ બોર્ડ નહિ પડે તેવું સાબિત કરવાનું કામ કરવામાં આવ્યું છે પરંતુ ૧૦૦ કિમી ની ઝડપે પવન ફૂંકાશે તો બોર્ડની ફ્રેમ તેનો સામનો કરી શકે? અને લોખંડ ની કે લાકડાની બનેલ મહાકાય ફ્રેમ કોઈ ની માથે પડે તો શું પરિણામ આવી શકે ?આ તમમાં બાબતો વિચાર્યા વગર તંત્રના આદેશનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે અને લોકોના જીવની પરવા કર્યા વગર તંત્રના આદેશને કાઈ ન ગણતા આવા કોન્ટ્રાકટર ના કોન્ટ્રાક્ટ રદ કરવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ.