સમગ્ર ગુજરાતની જિલ્લા અને મધ્યસ્થ જેલો.મળી ને કુલ ૧૭ જેલોમાં મધરાત્રે એક સાથે ૧૭૦૦ પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓ ની ફોજ ઉતારી ને જેલ માં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ચેકીંગ પોલીસ જવાનોને બોડી કેમેરા સાથે સજજ કરી ને મોકલવામાં આવ્યા હતા તેમજ આ તમામ કેમેરા સીધા ત્રિનેત્ર દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સીધા નજર રાખી રહ્યા હતા અને આખી રાત આ કામગીરી ચાલી હતી અને ગુજરાતની વડોદરા,રાજકોટ,જામનગર,અમરેલી,ભાવનગર,બનાસકાંઠા,કચ્છ ભૂજ,મહેસાણા,સુરત,સાબરમતી સહિતની ૧૭ જેલોમાં.આ ચેકીંગ હાથ ધરાયું છે અને અનેક જેલો માંથી મોબાઈલ ,ગાંજા સિગારેટ બીડી ગુટખા તંબાકુ જેવી ચીજ વસ્તુઓ હાથ લાગી છે ત્યારે હજુ આ ચેકીંગ મામલે હજુ સુધી સતાવાર જાહેરાત કરાઈ નથી પરંતુ ગૃહમંત્રી દ્વારા આ મામલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી શકે છે.