બાગાયતદાર ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર (www.ikhedut.gujrat.gov.in) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેનો લાભ ખેડૂત મિત્રોએ લેવા અનુરોધ કરવામાં આવે છે. અરજી કરવા માટે પોતાના ગામમાં ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી ૮-અ ની નકલ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનીક પૂરાવાઓ સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬,૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબી ના સરનામે રજુ કરવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમા જણાવાયુ છે.