મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ફળઝાડ વાવેતર માટે સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમો અનુસાર દાડમ, લીબું, જામફળ, સીતાફળ જેવા ફળપાકોના વાવતેર સહાય આપવામાં આવે છે જેનો લાભ લેવાં માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર-૨, ૨૬ અને ૯૫ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ મોરબીના સરનામે સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.