Thursday, December 26, 2024
HomeGujaratસફાઈ કામદારો/આશ્રિતોને આવાસ માટે સહાય અપાશે:યોજનાનો લાભ લેવા સફાઈ કામદારોએ ક્યાં અને...

સફાઈ કામદારો/આશ્રિતોને આવાસ માટે સહાય અપાશે:યોજનાનો લાભ લેવા સફાઈ કામદારોએ ક્યાં અને કેવી રીતે અરજી કરવી? વાંચો

યોજનાનો લાભ લેવા મોરબી જીલ્લાના સફાઈ કામદારોએ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી

- Advertisement -
- Advertisement -

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્રારા, રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં છે.આ યોજના નો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. જેમા કોઈ આવકમર્યાદા લાગુ પડશે નહી. આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંક્ના પાકા આવાસો બનાવવા માટે સરકારના નિયમોને આધિન વ્યકિતગત રૂ. ૧,૨૦,૦૦૦/-(એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી. વધુ માહિતી માટે જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં, ૪૬ & ૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨-૪૨૨૨૪ નો સંપર્ક કરવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!