Thursday, May 9, 2024
HomeGujaratમોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રકે હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

મોરબીના લક્ષ્મીનગર નજીક ટ્રકે હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત

મોરબીના રવાપર(નદી) નજીક આવેલ બાથકો સેનેટરી કારખાનામાં રહી મજૂરી કામ કરતા દંપતી એટીએમ કાર્ડ ચાલુ કરાવવા મોરબી રીક્ષા લઈને ગયા હોય જ્યાંથી પરત આવી રહ્યા હોય ત્યારે લક્ષ્મીનગર ઓવરબ્રિજ સામે રોડની સાઈડમાં પાણીની બોટલ લેવા પત્ની પાનની દુકાને ગઈ ત્યારે રીક્ષા બહાર ઉભેલ પતિને ટ્રકે હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત નીપજ્યું હતુ.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના મોટી મોલડી ગમે રહેતા કરસનભાઈ દાનાભાઈ પરમાર ઉવ.૬૦ એ આરોપી ટ્રક રજી.નં.જીજે-39-ટી-6318ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ ટ્રક ટેન્કર નં- જીજે-39-ટી-6318ના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે તથા બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી મોરબી તાલુકાના લક્ષ્મીનગર ઓવરબ્રિજ ઉતરતા ટાઈલ્સ ગોડાઉન સામે રોડની સાઈડમાં ઉભેલ કરશનભાઇ દીકરા કાનાભાઈ ઉવ.૩૦ વાળાને હડફેટે લેતા કાનાભાઇને છાતીના ભાગે તથા મોઢા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જે મુજબની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!