Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ફ્લેટમાંથી જુગારની મીનીક્લબ ઝડપાઇ:સંચાલક સહીત પાંચની...

મોરબીમાં નાની કેનાલ રોડ ઉપર આવેલ ફ્લેટમાંથી જુગારની મીનીક્લબ ઝડપાઇ:સંચાલક સહીત પાંચની અટક

મોરબીના પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર આવેલ દુધેશ્વર એપાર્ટમેન્ટમાં પૂર્વ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દરોડો પાડી જુગારની મીનીક્લબ ઝડપી લઇ જુગાર રમતા સંચાલક સહીત પાંચ જુગારીની રોકડા રૂ.૪૭,૩૦૦/-સાથે અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે પંચાસર રોડ નાની કેનાલ રોડ ઉપર આવેલ દુધેશ્વર એપાર્ટમેન્ટના રહેણાંક ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમી રમાતો હોય જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત ફ્લેટમાં એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દરોડો પાડતા તીનપતીનો જુગાર રમતા હિતેન્દ્રભાઇ જાદવજીભાઇ પટેલ ઉવ.૪૨, સુરેશભાઇ નાગજીભાઇ પટેલ, રવીન્દ્રકુમાર કુબાવત, ભરતભાઇ પટેલ , નારણભાઇ નરભેરામભાઇ પટેલને જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪૭,૩૦૦/- સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!