Sunday, October 1, 2023
HomeGujaratમોરબીમાં પત્ની અને પ્રેમી સાથે મળી કાંટો કાઢવા પતિનું કાસળ કાઢી નાખ્યું...

મોરબીમાં પત્ની અને પ્રેમી સાથે મળી કાંટો કાઢવા પતિનું કાસળ કાઢી નાખ્યું : લાશ જમીનમાં દાટી પુરાવાઓ નો નાશ કર્યો : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર માં પત્ની આરતી ઉર્ફે યાસમિને પ્રેમી સાથે મળીને પતિ શૈલેસને માર મારીને હત્યા નિપજાવી પ્રેમી સાથે મળી મૃતદેહને પ્રેમિના ઘર નજીક અવાવરૂ જગ્યાએ જમીનમાં ખાડો દાટી દીધી હતી. જેમાં પત્નીએ તેના પ્રેમી સાથે ધર માંડીને રહેતી હોવાથી આ બાબતે થયેલા મનદુઃખનો ખાર રાખીને પત્ની અને તેના પ્રેમીએ પતિને ઘરે બોલાવીને હત્યા કરી નાંખયાનું ખુલ્યું છે. આ મૃતકની બહેને પત્ની અને તેના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી : એલસીબીને મળેલી એક ખાનગી બાતમીએ હત્યાનો ભેદ ઉકેલયો

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમના પીઆઈ વી બી જાડેજાને ગઇકાલે એક ખાનગી ફોન આવ્યો હતો જેમાં બાતમીદારે સમાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા જુમાં સાજણ મજોઠીયા ના ઘર નજીક બે દિવસથી ગુમ શૈલેષ નાનજી અગેચણિયા ઉવ 35 રહે કબીર ટેકરી શેરી ન.5 મોરબી વાળાને હત્યા કરી દાટી દીધો હોવાની ખાનગી બાતમી મળી હતી જેમાં એલસીબીએ ડિવિઝન પોલીસ ને જાણ કરતા બી ડિવિઝન પીઆઈ આઈ એમ કોંઢિયાએ ટીમને મોરબીના કાંતિનગર માં જઈ તપાસ કરવઆ કહેતા પ્રાથમિક તપાસમાં હકીકત માં તથ્ય હોવાનું જાણવા મળ્યું હતું જો કે મૃતદેહ કોનો છે કયાં દાટ્યો છે એ તપાસ હજુ. પોલીસ માટે કોયડો હતી એ અરસામાં પોલીસને કાંતી નગરમાં રહેતી આરતી ઉર્ફે યાસમીન અને જુમાં સાજણ મજોઠીયા ની સંડોવણી હોવાની માહિતી સામે આવતા પોલીસે આરતી ઉર્ફે યાસીમીને શંકાના દાયરામા લઈને તપાસ શરૂ કરતાં પોલીસની તપાસમાં પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યુ હતું અને બાદમાં એસપી એસ આર ઓડેદરા ,ડીવાયએસપી રાધિકા ભારાઈ,બી ડિવિઝન પીઆઈ આઇ એમ કોંઢિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલતદાર ની હાજરીમાં ડાટેલી લાશને કાઢવા કવાયત હાથ ધરાઈ હતી જેમાં આ મૃતદેહ મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ અંગેચણીયા હોવાની ઓળખ મળી હતી અને આ યુવાનની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું જેથી મૃતક શૈલેષ અગેચણિયાના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા બહેન સુનિતાબેન સંજયભાઈ કોળીને જાણ કરતા મૃતકની બહેન સુનિતાબેને જુમાં સાજણ મજોઠિયા અને આરતી ઉર્ફે યાસમીન વિરુદ્ધ હત્યાનો ગુનો બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલિસે ગુનો નોંધાવી તપાસ હાથ ધરીહતી જેમાં મૃતકની બહેને ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક શૈલેષભાઇ અંગેચણીયાના પત્ની યાસ્મીનબેન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયાને મોરબીના કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજોઠી સાથે પ્રેમ સબંધ બધાયો હતો. આથી યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષભાઇ અંગેચણીયા તેમના પતિનું ઘર છોડીને જુમાં સાંજણ માજોઠી સાથે ઘર માંડીને રહેવા લાગ્યા હતા. આ બાબત તેના પતિ શૈલેષભાઈને મનદુઃખ લાગતા આ વાતનો ખાર રાખીને પત્નીએ તેમને ગત તા.27 ના રોજ કાંતિનગર ગામે રહેતા જુમાં સાંજણ માજોઠીના ઘરે બોલાવ્યા હતા. જ્યાં દગો કરીને પત્ની યાસ્મીનબેન અને તેના પ્રેમી જુમાં સાંજણ માજોઠીએ સાથે મળીને પતિ શૈલેષભાઈને માર મારીને હત્યા કરી નાખી હતી અને તેમની લાશને જુમાં સાંજણ માજોઠીના ઘર પાછળ જમીનમાં ખાડો ખોદીને દાટી દીધી હતી હાલ બી ડિવિઝન પોલીસે ગુનોં નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મહિલા આરતી ઉર્ફે યાસમિન કાંતી નગરમાં રહેતા જુમાં સાજણ મજોઠીયા ને પ્રેમ કરતી હતી અને એ વાત પતિ શૈલેષ ને ખટકી રહી હતી જેમાં યાસમીન ઉર્ફે આરતી અને તેના પ્રેમી જુમાં મજોઠીયા એ મળી પતિ શૈલેષનું ઢીમ ઢાળી દીધું હતું જો કે મૃતદેહ બાંધેલી હાલતમાં હતો અને દાટેલ પણ હોય હાલ મૃતદેહને રાજકોટ સિવિલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે પોલીસે હાલ પત્ની આરતી અને પ્રેમી જુમાં એમ બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં મહિલા આરોપી આરતી ઉર્ફે યાસમિન હાલ પોલીસના હાથવેંતમાં છે જ્યારે તેના પ્રેમી આરોપી જુમાં મજોઠીયાને શોધવા તજવીજ શરૂ કરાઇ છે જેમાં આરોપી જુમાં મજોઠીયા દેશી દારૂના ગુનાઓમાં પણ સંડોવણી ધરાવતો હોવાનું આધારભૂત જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!