કોવિડ-૧૯ અન્વયે લોકડાઉનમાં સરકાર દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમિકોને રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાયની ચુકવવાની જાહેરાત કરેલી હતી. જે નોંધાયેલ બાંધકામ શ્રમિકોને ડેટા ઇન વેલીડ/અધૂરા હોવાથી/નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in પર નોંધાયેલા બાંધકામ શ્રમિક લાભાર્થી પોતાના ઓળખકાર્ડ ના(લાલ બુક) નોંધણી નંબર આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઇન સબમીટ કરી શકશે. જેથી સત્વરે તેઓને સહાય મળી શકે. ડેટા સબમીટ કરવાની છેલ્લી તારીખ ૩૧-૦૩-૨૦૨૧ હોવાનુ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, મોરબી જિલ્લાના પ્રોજેક્ટ મેનેજરની યાદીમાં જણાવાયુ છે.