Thursday, January 9, 2025
HomeGujaratજો તમે આ ફોટામાંથી કોઈ ઈસમને ઓળખતા હોય તો મોરબી સીટી એ...

જો તમે આ ફોટામાંથી કોઈ ઈસમને ઓળખતા હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરો

મોરબી જિલ્લામાં ચોરી/લૂંટફાટ સહિતના અનેક ગુન્હાઓ વધી રહ્યા છે. જેને લઈ મોરબી જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ છે અને ગુન્હાઓ આચારનારાઓને પકડી પાડવા સઘન કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આવા જ ગુન્હેગારોના ફોટા જનતા સમક્ષ મૂકી તેઓને પકડી પાડવા પોલીસની સહાય કરવા અપીલ કરી છે.

- Advertisement -
- Advertisement -

સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામા આવી હતી કે, મોરબીમા જુદા જુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇસમોના ફોટા જાહેર કરવામાં આવ્યા છે. તો તમામને મોરબી પોલીસ તરફથી અપીલ કરવામા આવે છે કે જો આ ફોટાવાળાને કોઇ ઓળખતુ હોય અથવા તેઓનુ નામ સરનામુ જાણતા હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન મો.નં.૯૧૦૬૫૯૦૩૦૧ તથા મો.નં. ૯૬૮૭૫૨૨૪૦૯ ઉપર સંપર્ક કરી પોલીસને મદદરૂપ થવા નમ્ર અપીલ છે. તેમજ માહીતી આપનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે. માટે સંકોચ વગર માહીતી આપી પોલીસને મદદરૂપ બનવા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!