મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા હતા. જેના કારણે અનેક લોકો મોતના મુખમાં સમાયા હતા. જેને લઈ આક્રંદ વ્યક્ત કરતા મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના ધારાસભ્ય અને ભાજપ પક્ષને મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ભોગ બનેલ પરિવારને ન્યાય અપાવવાની ઇચ્છા શક્તિ હોય તો જનરલ બોર્ડમાં પાલિકા સુપર સિડ કરવાનો બહુમતી એ ઠરાવ કરાવે.
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની અણઆવડતને કારણે અને કાયદાની ઉપરવટ થય ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ જનરલ બોર્ડની મંજૂરી વગર પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાકટ આપીને વહીવટી અણઆવડત દર્શાવેલ છે. ત્યારે અચાનક કોય પણ જાતની તપાસ કર્યા વગર ઝૂલતા પૂલને પ્રજા માટે ખુલ્લો મૂકી ભયંકર બેજવાબદારી અને ગેર જવાબદારી બતાવેલ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ મારફત સરકારને આ ગોઝારી ઘટનામાં આશરે ૧૩૫થી વઘુ લોકોના મુત્યુ થયા ત્યારે પાલિકાના જવાબદાર અઘિકારી પદાધિકારી સામે કડક પગલાં લેવામાં આવશે કે કેમ ? કોર્ટને કહેલ ત્યારે ગુજરાત સરકારના વકીલ દ્વારા કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, સરકારે મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવાની સૈદ્ધાંતિક મજૂરી આપી દીધેલ છે. આમ સરકારે પાલિકાને નોટિસ પાઠવી છે. ત્યારે મોરબીના ધારાસભ્ય પણ એક સરકારના જ પ્રતિનિધિ છે. તો તેમને પોતાના જ પક્ષના ચૂંટાયેલ ૫૨ ને ૫૨ સભ્યને સૂચના આપવી જોય કે તારીખ ૨૩/૧/૨૦૨૩ ના રોજ મળનાર જનરલ બોર્ડમાં નગરપાલિકા કામ કરવામાં નિષ્ફળ ગયેલ છે અને ગોઝારી ઘટનાની જવાબદારી સ્વીકારી નગરપાલિકા સુપર સિડ કરીએ છીએ તેવો ઠરાવ કરાવીને સરકારમાં મોકલવા આગળ આવું જોય કારણ મોરબી ઝૂલતા પૂલની ગોઝારી ઘટનાની જવાબદારી પાલિકાની જ કહેવાય અને ભોગબનનાર પરિવારને તો જ સાચો ન્યાય મળ્યો કહેવાશે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા માંગણી કરવામાં આવી છે.