મોરબીના વોર્ડ નં.૦૫ માં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી માં ગંદકીના ગંજ જામ્યા હોય અને યોગ્ય રીતે સાફ સફાઈ ન થતી હોય જેને પગલે રોગચાળો ફેલાવાની ભીતિ ઊભી થઈ હતી જેથી રહેવાસીઓ દ્વારા અનેક વખત સ્થાનિક કોર્પોરેટરો ને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો અંતે જાગૃત નાગરિકો દ્વારા આ સમસ્યાને લઈને રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ન્યાય અપાવવા અને લોકોની સમસ્યાનું નિવારણ કરવા મોરબી મિરર ની ટીમ કટીબદ્ધ હોય જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચીને તસવીરો લઈને લોકોની સમસ્યા ને તંત્ર સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જેથી આ અહેવાલ પ્રસિદ્ધ થતા જ સમગ્ર બાબત મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલા ના ધ્યાને આવતા તેઓ એ તાત્કાલિક ના ધોરણે ઉપરોક્ત સ્થળ ની સાફ સફાઇ કરવાનો હુકમ કર્યો હતો સાથે સાથે આ ગંદકી ના કારણે જીવાતોનો ઉપદ્રવ વધી ગયેલ હોય તેથી ડીડીટી તથા દવાઓનો નો છટકાવ પણ કરવામાં આવ્યો હતો.
મોરબી મિરર ટિમ દ્વારા ઉપરોક્ત સ્થળો પર પહોચી ને ગંદકી ની તસ્વીર લેવામાં આવી હતી અને તંત્ર ને લોકો ની સમસ્યા થી પ્રત્યક્ષ રૂપે અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને પગલે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા તાત્કાલિક આદેશ કરી ને સકારાત્મક પગલાં લેવામાં આવ્યા હતા અને સાફ સફાઈ કરાવવામાં આવી હતી.