પીપળી-જેતપર માર્ગ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે ત્યારે ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલી ધ્યાને જિલ્લા પંચાયતની મહેન્દ્રનગર બેઠકના નવનિયુક્ત મહિલા સદસ્યના પતિ અને જાણીતા ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઈ કૈલા એક્શન મોડમાં આવ્યા છે અને સરપંચથી લઈ માર્ગ મકાન વિભાગના અધિકારીને સાથે રાખી સર્વે કરાવી રોડ નવો બને તે પૂર્વે તાત્કાલિક પેચવર્કના કામ શરૂ કરવા રજુઆત કરી હતી.
મોરબીના પીપળીથી જેતપરને જોડતો રોડ અત્યંત બિસ્માર બની જતા અહીં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના માર્ગદર્શન હેઠળ મહેદ્રનગર જિલ્લા પંચાયત સદસ્યના જાનકીબેનના પતિ જીગ્નેશભાઈ કૈલા તેમજ માર્ગ અને મકાન વિભાગના ઈજનેર હિતેશભાઈ આદ્રોજાને સાથે રાખીને તાત્કાલિક પ્રશ્ન હલ કરવા જોરદાર રજુઆત કરી હતી.
વધુમાં પીપળી જેતપર માર્ગના પ્રશ્ને પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલા, બેલા ગામના મોરબી તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જેન્તીભાઇ ચાપાણી તથા બેલા ગામના આગેવાનો તેમજ રંગપર ગામ નરવીરસિંહ તથા રંગપર ગામના આગેવાનો તેમજ મહેન્દ્રનગર ગામના મનુભાઈ કાવર તેમજ અન્ય આગેવાનોની હાજરીમા જ આ આ માર્ગનો સર્વે કરાવી તાત્કાલિક પેચ વર્ક કરવાની રજુઆત કરી હતી.