Friday, April 26, 2024
HomeGujaratમોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલની પેપરમિલ ઉધોગ પર માઠી અસર : જીલ્લા કલેકટરને આવેદન...

મોરબીમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલની પેપરમિલ ઉધોગ પર માઠી અસર : જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

મોરબી પેપરમિલ એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઈ ફૂલતરીયાની આગેવાની હેઠળ પેપરમિલ એસોસિયેશન દ્વારા ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ અને પેપર મિલ ઉદ્યોગને પડતી મુશ્કેલીઓ બાબતે જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું છે કે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા હડતાલ કરવામાં આવી છે દરમ્યાન એસોસિયેશનના સભ્યો અથવા તેના નામથી સાચી ખોટી ઓળખ આપનાર ઈસમો પ્રાઈવેટ ટ્રક, માલવાહનો અન્ય શહેરમાંથી આવે છે જેના ડ્રાઈવરને ધમકાવે છે અને ડરાવે છે કેટલાક વાહનમાં તોડફોડના કિસ્સા બનેલ છે જેથી બહારના ટ્રક માલિકોને ટ્રાન્સપોર્ટરમાં ભય વ્યાપી ગયો છે. માલ ના મોકલી શકાતા ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે જેથી ૭૦૦૦ લોકોની સીધી રોજગારી અને અન્ય રોજગારી પ્રભાવિત થઇ છે અનેક મિલો સંપૂર્ણ અથવા આંશિક રીતે નિકાસના ઓર્ડરનો માલ તૈયાર હોવા છતાં મોકલી શકાતો નથી અને બાકીના પેન્ડીંગ ઓર્ડરનો માલ સમયસર તૈયાર કરી શકાય તેમ નથી. આ પેપર પ્રોડક્ટ ડેરી, અન્ય ખાદ્ય પ્રોડક્ટ તથા ફાર્માશિટીકલ પ્રોડક્ટનાં પેકીંગમાં ઉપયોગી હોય જેનો બીજો કોઈ વિકલ્પ નથી જેથી હડતાલનો સુખદ નિરાકરણ આવે અને માલની સલામત આવક જાવક ચાલુ થાય તે માટે પોલીસ રક્ષણ આપવા માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!