Thursday, October 10, 2024
HomeGujaratટંકારા : ગજડી ગામે વાડાની જમીન પર અનઅધિકૃત રીતે બાંધકામ કરનાર વિરુદ્ધ...

ટંકારા : ગજડી ગામે વાડાની જમીન પર અનઅધિકૃત રીતે બાંધકામ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો

ટંકારાનાં મામલતદાર કચેરીનાં કર્મચારી નરેન્દ્ર પુંજાભાઈ શુક્લએ આરોપી વાસીયાંગભાઈ પુનાભાઈ ડાંગર (રહે.ગજડી તા.ટંકારા) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ટંકારા તાલુકાનાં ગજડી ગામે વાડા રજીસ્ટર નંબર 35 વાળી જમીન જેનું ક્ષેત્રફળ 50×70 ચો.વાર તેમજ વાડા રજી.નંબર 39 જેનું ક્ષેત્રફળ 70×50 ચો.વારની જમીનમાં 40×14 ચો.ફુટમાં 4 દુકાનો તથા 30×10 ફુટમાં 2 દુકાનો મળી કુલ 6 દુકાનો જે કુલ 860 ફુટ જમીનમાં બાંધકામ કરી બાકીની જમીન ફરતે વરંડોવાળી લઇ અનઅધિકૃત રીતે કબ્જો કરી ગત તા. 04/03/2014થી આજ દિન સુધી કબ્જો ચાલુ રાખતા આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે. આ કેસની આગળની વધુ તપાસ ડીવાયએસપી રાધિકા ભારાઇ ચલાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!