વાવાઝોડા અથવા પવનથી અકસ્માત સર્જાવાની ભીતિ બાબતે મોરબી મીરર પર પ્રસિદ્ધ થયેલ અહેવાલને ગંભીરતા પૂર્વક લઈને હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી
હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેરઠેર જગ્યાએ હાઇવે પર તેમજ અન્ય જગ્યા રે સરકારી જગ્યાએ પ્રાઇવેટ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ નાખી મોટી મોટી કંપનીઓની જાહેરાતોના રુપીયા ઉઘરાવી પોતાના આર્થિક લાભ કરવામાં આવી રહ્યો છે. હળવદ હાઈવે પર ગેરકાયદેસર હોડિગ્સનો અડીંગો જોવા મળી રહ્યો છે. સરકારી જગ્યા પર ગેરકાયદેસર હોર્ડિંગ્સ કોઈ પણ પાસ કે પરમિશન વગર જ નાખી દેતા સરકારી તિજોરીને નુકસાન થવાની સાથે હાઇવે પરથી નીકળતા રાહદારીઓને પણ જોખમ ઊભું થઈ રહ્યું છે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી માસિક અથવા વાર્ષિક બિલ લઇ સરકારી ખરાબાની ઉભા કરાયેલા હોર્ડિંગ્સ કોઈપણ સમયે વાવાઝોડું અથવા તો જોરદાર પવન સાથે ઉડીને હાઇવે પરથી નીકળતા રાહદારીઓ અને વાહનચાલકો સાથે અથડાતાં મોટો અકસ્માત અને જાનહાની થવાની શક્યતા નો અહેવાલ મીડીયામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.બીજી તરફ હાઇવે પર નરી આંખે નજરે પડતાં મોટા મોટા હોર્ડિંગસ કોઈપણ જાતની પરમિશન વગર જ હોર્ડિંગ્સ નાખી જે તે કંપની ના અંગત લાભ સાથે સરકારને મોટું નુકસાન પહોંચાડી રહ્યા હતા,
હળવદ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હાઇવેપર આવેલ સરા ચોકડીએ, ટીકર નાકે.મઢુલીપાસે, વગેરે જગ્યાએ લગાવેલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીમાં હળવદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલ, ભરત મુંધવા, નિલેશ સિંધવ,ગુલાભાઈ, બળદેવ પરમાર, સહિતના કમૅચારીઓ જોડાયા હતા.