મોરબીમાં આવારા તત્વો બેફામ બન્યા છે. અને શહેર તેમજ જિલ્લાની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય તેમ એક બાદ એક ગુનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે મોરબીના વાવડી રોડ પર એક પ્રૌઢને કાર નીચે કચડી નાખી હત્યા નિપજાવ્યાની ઘટના સામે આવી છે. જેમાં જમીનના વિવાદનો ખાર રાખી એક ઈસમે પુત્રની નજર સામે જ પિતાને કાર નીચે કચડી નાખતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી સમગ્ર મામલે પ્રૌઢના પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, જોડીયા તાલુકાના તારાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા હમીરભાઇ મેપાભાઈ પીઠમલ નામના ૪૮ વર્ષીય આધેડના પુત્ર કાનાભાઈ પીઠમલ મોરબીમાં નોકરી કરતા હોય જેથી ત્યાં સેટલ થવા માટે વાવડી પાસે બે માસ પહેલા એક પ્લોટ લીધો હતો. જેને લઇ પ્લોટ પર કબજો મેળવવા માટે ફળસર ગામના કાના કુંભારવાડિયા મૃતક હમીરભાઇ સાથે અવાર-નવાર માથાકૂટ કરતા હતા. તેવામાં ગત તા.૧૪ ડીસેમ્બરના રોજ હમીરભાઇ અને તેના પુત્ર કાનાભાઈ પોતના પ્લોટ પર ગયા હતા. જ્યાં કાના કુંભારવાડિયા જે.સી.બી.સાથે ધસી આવ્યો હતો અને પ્લોટની ફેનસિંગ પર જેસીબી ફેરવી દીધું હતું. જેને લઈ બને વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ હમીરભાઇ તેના પુત્ર સાથે મોટર સાઇકલ પર તારાણા ગામે જઈ રહ્યા હોય તે દરમિયાન વાવડી પાસે જ કાના કુંભારવાડિયાએ રસ્તામાં પોતાની કારથી પિતા-પુત્રને હડફેટે લીધા હતા અને એટલામાં તેનું પેટ ન ભરાતા તેણે પોતાની કાર ફરી એકવાર રિવેસ લઈને તેમની માથે ચડાવી દઇ નાસી ગયો હતો. જેમાં હમીરભાઇ અને તેમના પુત્ર ગંભીર રીતે ઘવાઈ જતા પ્રાથમિક સારવાર માટે મોરબી ખસેડાયા હતા. જ્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હમીરભાઈએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.આગવ મોરબી તાલુકા પોલીસ આઈપીસી 307 મુજબ ગુનો નોધિયો હતો જેમાં હવે ભોગબનનાર આઘેડ મોત થતાં બનાવ હત્યા માં પલટાતા મોરબી તાલુકા પોલીસ એ આઈપીસી 302 ઉમેરવા તજવીજ હાથ ધરી છે આ ગુનાની તપાસ કે.એ.વાળા. ચલાવી રહ્યા છે