Saturday, July 27, 2024
HomeGujaratહિસાબના બાકીના પૈસા લેવા બાબતે એક ઈસમે બેઝબોલ બેટથી યુવકને ફટકાર્યો

હિસાબના બાકીના પૈસા લેવા બાબતે એક ઈસમે બેઝબોલ બેટથી યુવકને ફટકાર્યો

મોરબીમાં વધુ એક પઠાણી ઉઘરાણીની ઘટના સામે આવી છે. જેમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા યુવક પાસેથી હિસાબના બાકીના પૈસા લેવા બાબતે ઈસમે તેને બેઝબોલ બેટથી ફટકાર્યો હતો અને ગાળો આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં વિધુતનગર સર્કીટ હાઉસ સામે રહેતા યશપાલભાઇ માવજીભાઇ કાનગડ નામના ટ્રાન્સપોર્ટના વેપારી પાસેથી મોરબીના કેનાલ રોડ પર રહેતા કિશનભાઇ જસાભાઇ કાનગડને હિસાબના બાકીના પૈસા લેવાના બાકી હોય જે બાબતે તેણે ગઈકાલે ગ્રે કલરની નંબર વગરની સ્વીફટ કારમાં આવી ફરિયાદીને પૈસા બાબતે બેઝબોલનો ધોકો જમણા હાથના કાંડા પાસે મારી મુંઢ ઇજા પહોચાડેલ તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદીને ગાળો આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!