મોરબી જિલ્લામાં ગઈકાલે જીલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ,સાંસદ, મંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં ઉદ્યોગકારો અને કાર્યકરો સાથે મિટિંગ હતી જેમાં પત્રકારો ને આ કાર્યક્રમમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું જો કે આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રો હાજર રહ્યા બાદ ડાયસ પરથી તેઓને આ ખાનગી કાર્યક્રમ હોય ત્યાંથી નીકળી જવાનું કહી ફક્ત જમવા માટે બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું જેના પગલે મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા કાર્યક્રમ છોડી નીકળી ગયા હતા અને આ વાત વાયુ વેગે પણ શહેર ભરમાં ફેલાઈ ગઈ હતી જો કે બાદમાં મોરબી પત્રકાર એસોસિએશન ના પ્રમુખ અતુલભાઈ જોશી,ઉપપ્રમુખ મિલનભાઈ નાનક અને અન્ય હોદેદારો સભ્યો સાથે વાટાઘાટો ચાલી હતી આમ છતાં મામલો થાળે પડ્યો ન હતો જે બાદ આજે મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી પત્રકાર એસોસિએશન ને અનુરોધ કરી પત્ર લખી ખેદ જાહેર કરવામાં આવ્યો છે જેમાં જીલ્લા ભાજપ દ્વારા મોરબી પત્રકાર એસોસિએશનના મિત્રોને લેખિતમાં દિલગીરી વ્યક્ત કરી જણાવ્યું હતું કે આ મિટિંગ ખાનગી હતી જેમાં પત્રકાર મિત્રોને પરિવારના સભ્યો સમજીને સ્ટેજ પરથી બહાર જવા વિનંતી કરેલ આ બાબતથી કોઈની લાગણી દુભાયેલ હોય તો અમો (જીલ્લા ભાજપ પરિવાર) દિલગીર છીએ અને સહકાર આપવા બદલ આભર વ્યક્ત કરીને ભવિષ્યમાં સહકાર મળતો રહે તેવી અપેક્ષાઓ રાખીએ છીએ જેને મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.