Sunday, December 29, 2024
HomeGujaratટંકારા-ખીજડીયા ચોકડી પાસે ટ્રકમાં દાળની આડમાં દારૂ!૧૨૮૪ બોટલ દારૂ સાથે બે ભેજાબાજ...

ટંકારા-ખીજડીયા ચોકડી પાસે ટ્રકમાં દાળની આડમાં દારૂ!૧૨૮૪ બોટલ દારૂ સાથે બે ભેજાબાજ ઝડપાયા

ટંકારા-ખીજડીયા ચોકડી પાસે રોડ પરથી ટ્રકમાં મગદાળ, મસુરદાળના પ્લાસ્ટીકના બાચકા ની આડમાં સંતાળેલ અંગ્રેજી દારૂની ૧૨૮૪ બોટલ દારૂ કિંમત ૪,૨૦,૩૦૦ તથા ટ્રક, મોબાઇલ મળી કુલ ૧૪,૩૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને મોરબી એલ.સી.બી.એ દબોચી લીધા છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત મુજબ એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજા પીએસઆઇ એન.બી.ડાભી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ ભરતભાઇ મિયાત્રાને કાને વાત પડી કે ટાટા ટ્રક નંબરRJ-19-GB-9636 મોરબી તરફથી ટંકારા તરફ જાય છે. જે ટ્રકમાં પ્લાસ્ટીક બાયકાની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે, જે હકીકત આધારે પોલીસે ટંકારા – રાજકોટ હાઇવે રોડ પર ખીજડીયા ચોકડી નજીક આવેલ છાપરી હોટલ પાસે રોડ ટ્રકને અટકાવી તપાસ કરતા મસુરદાળ તથા મગદાળના પ્લાસ્ટીકના બાચકાની આડમાં વિદેશી દારૂની જુદી જુદી બોટલો નંગ-૧૨૮૪, કી.રૂ. ૪,૩૦,૩૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦૦/- તથા ટ્રક નંબર-RJ-19-GB -9636 કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- સહિત કુલ કી.રૂ.૧૪,૩૦,૩૦૦/- ના મુદામાલ સાથે છોટારામ પુનારામ ચૌધરી ,જાટ (રહે.બાવળી તરડોલી ઢાણી, તા.બાવળી જી.જોધપુર રાજસ્થાન) તથા પરમારામ રીડાસમ ગોદારા,જાટ (રહે.બાવળી ગોદારાકી ઢાણી, તા.બાવળી જી.જોધપુર રાજસ્થાન) વાળને દબોચી લીધા હતા વધુ આ ગુન્હામા અન્ય એક શખ્સ દીપારામ હુડા (રહે. જોધપુર રાજસ્થાન)ની સંડોવણી ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા તથા, વિક્રમભાઇ કુંગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!