Friday, March 29, 2024
HomeGujaratબેલા(રંગપર) ગામે જુના મનદુઃખનો ખાર રાખી મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવાનને માર...

બેલા(રંગપર) ગામે જુના મનદુઃખનો ખાર રાખી મહિલા સહિત ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મારામારીનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા (રંગપર) હાલ રફાળેશ્વરના આંબેડકરનગરમાં રહેતા અમૃતભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ. ૩૦) એ આરોપીઓ મનુભાઇ નરશીભાઇ મકવાણા, દિનેશભાઇ મનુભાઇ મકવાણા, સોનીબેન મનુભાઇ મકવાણા (રહે. ત્રણેય ગામ બેલા, રંગપર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યા વખતે ફરીયાદીના પિતા સાથે આરોપીઓએ અગાઉ એકાદ મહિના પહેલા બોલાચાલી કરેલ હોય જે બાબતે સમજાવવા જતા આ ત્રણેય આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકાથી શરીરે મુંઢમાર મારી તથા લાફા માર્યા હતા. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!