Saturday, May 4, 2024
HomeGujaratમોરબીનાં રંગપર રોડ પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબીનાં રંગપર રોડ પાસે બાઈક સ્લીપ થતા ચાલકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબી તાલુકાના રંગપર રોડ રોયાલીંકા સિરામીક સામે રોડ ઉપર પુરપાટ ઝડપે જતા બાઈકના ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ હતી. જેનાં કારણે બાઈક સવાર બંને મિત્રો નીચે પટકાયા જતા જેમાં પાછળથી આવતા એક ટ્રકે બાઈક સવાર ઉપર ટ્રક ચલાવી દેતા એકનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક ગંભીર રીતે ઘવાયો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૧૪/૧૧/૨૦૨૨ ના રોજ અભિષેકભાઇ સચીદાનંદભાઇ તિવારી તેના મિત્ર કેવીનકુમાર વિરમભાઇ કેશવાલા સાથે તેના મિત્રનું GJ-36-AD-7360 નંબરનું હીરો સ્પલેન્ડર લઇ જતા હતા. તે સમયે કેવીનકુમાર વિરમભાઇ કેશવાલાએ બાઈક બેદરકારી અને પુરઝડપે પોતાની તથા માણસોની જીંદગી જોખમાય તે રીતે હંકારી રંગપર (બેલા) રોડ રોયાલીંકા સિરામીક સામે રોડ ઉપર પહોચતા આગળ રોડ ઉપર જતા ટ્રકની ઓવર ટ્રેક કરવા જતા વચ્ચે પહોચતા સામેથી ડમ્પર આવતા કેવીનકુમારે બાઈકની અચાનક બ્રેક મારતા બાઈક સ્લીપ ખાય જતા કેવીનભાઇ રોડ ઉપર પડી ગયા અને અભિષેકભાઇ બાઈક ઉપર પડેલ ત્યારે પાછળથી આવતા અજાણીયા ટ્રકના પાછળના ટાયરમા કેવીનભાઇ આવી જતા કેવીનકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. જેને લઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!